Vocational Course

(સરકાર માન્ય ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ  GCVT  વ્યવસાયલક્ષી તાલીમ કોર્ષની વિગતો )

પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીના પ્રજાસત્તાક ભારતના સ્વરાજ શાસન દરમિયાનથી રેટીયા દ્વારા “કૌશલ્યક્રાંતિથી સ્વરોજગારી” મેળવવાની ચળવળની એક શરૂઆત કરીને સમાજના તમામ વર્ગના માનવીઓને કૌશલ્યક્રાંતિ દ્વારા સ્વરોજગારી આપી સ્વનિર્ભર બનાવવાનું ભગીરથ અભિયાન શરૂ થયેલ તેના ફળસ્વરૂપે આજના વર્તમાન સમયગાળામાં રાજ્ય તથા રાષ્ટ્રમાં વિવિધ ક્ષેત્રોના ઔદ્યોગીકરણનું વ્યાપ વધી રહ્યો છે આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ દેશમાં ઉદ્યોગો સ્થાપી રહી છે નવા નવા ક્ષેત્રો ઊભરી રહ્યા છે તે સંજોગોમાં વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવી વ્યાવસાયિકકૌશલ્ય પ્રાપ્ત કરનાર ઉમેદવાર માટે રોજગારી/ સ્વરોજગારી મેળવવાની વધુ ઊજળી તકો રહેલી છે સરળતાથી રોજગારી /સ્વરોજગારી પ્રાપ્ત કરવા માટે વ્યવસાયલક્ષી શિક્ષણ અપનાવવું એજ શ્રેષ્ઠ વિકલ્પ છે અને આ માટે શ્રીમતી માણેકબા વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રનું પ્રથમ તબક્કે પ્રવર્તમાન બજારમાંગ અને આસપાસના ગ્રામીણ અને શહેરી વિસ્તારના ભાઈ-બહેનોની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી માર્ચ 2020થી Äવસાયલક્ષી તાલીમ કેન્દ્રનું શુભારંભ કરવાનું નક્કી કરેલ છે આ તાલીમ કેન્દ્રોનો મુખ્ય ઉદ્દેશ વિવિધ ઉદ્યોગો અને સેવાક્ષેત્રને કુશળમાનવબળ ઉપલબ્ધ કરાવવાનું તેમજ જુદા જુદા ક્ષેત્રે વિકસતી જતી ટેકનોલોજી અંગે સમાજના વિવિધ ક્ષેત્રના ઉમેદવારોને તાલીમ આપી રોજગારી /સ્વરોજગારી મેળવવામાં સહાયભૂત થવાનો છે.

2. શ્રીમતી માણેકબા વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રમાં પ્રારંભિક ધોરણે શરૂ કરવામાં આવનાર વ્યવસાયલક્ષી તાલીમ કોર્સના ઉદ્દેશો

  • શ્રીમતી માણેકબા વિનય વિહાર એજ્યુકેશન કેમ્પસ અડાલજની આસપાસના ગ્રામીણ અને શહેરી વિસ્તારના યુવાનો અને યુવતીઓ, વિધવા,અનાથ,અપંગ અને ૧૪ વર્ષથી ઉપરની કોઈ પણ ઉંમરની મહિલાઓ માટે કૌશલ્ય તાલીમ આપવી અને તેમનામાં રહેલું ટેકનિકલ કે કોઈ પણ ધંધાકીય કૌશલ-કૌશલ્યને પ્રવર્તમાન બજારમાંગને અનુરૂપ અદ્યતન કરી તેમના કૌશલ્યને નિખારવુ.
  • તેઓને રોજગારી/ સ્વરોજગારી મેળવી કૌશલ્ય તાલીમ લઇ પગભર થઇ કુટુંબને સમાજને આર્થિક રીતે મદદરૂપ બનવું.
  • તેઓની ભવિષ્યની કારકિર્દીને કૌશલ્ય તાલીમ દ્વારા ઉજ્જવળ બનાવી તેઓને પોતાની પાસેની અન્ય શૈક્ષણિક લાયકાતો શિવાય વધારાની કૌશલ્ય તાલીમ મેળવી પોતાના જીવનને કૌશલ્યક્રાંતિના પ્રવર્તમાન માહોલમાં કૌશલ્યતા પ્રાપ્ત કરી માનભેર રોજગારી મેળવી કુટુંબ સમાજમાં આગવી પ્રતિભા હાંસલ કરવી.

શ્રીમતી માણેકબા વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રમાં પ્રારંભિક ધોરણે શરૂ કરવામાં આવનાર વ્યવસાયલક્ષી તાલિમ કોર્સની વિગતો :

ક્મ વ્યવસાયનું નામ કુલ બેઠકો તાલીમ ગાળો તાલીમ કોર્સની લાયકાત
1 ડોમેસ્ટિક હોમ એપ્લાયન્સિસ 60 એક વર્ષ ધોરણ 10 પાસ
2 ટેલીફોન મોબાઇલ રીપેરીંગ 60 છ માસ ધોરણ 10 પાસ
3 મેન્સ એન્ડ વુમેન ગાર્મેન્ટ મેકી‚ગ 60 એક વર્ષ ધોરણ સાત પાસ
4 પ્લમ્બિંગ આસિસ્ટન્ટ 60 એક વર્ષ ધોરણ 8 પાસ
5 લિફ્ટ મેન્ટેનન્સ મિકેનિક 60 એક વર્ષ ધોરણ 10 પાસ
કુલ બેઠક   300
Vocational Course  at Manekba Vinay Vihar
Vocational Course In Ahmedabad